Tuesday, August 13, 2013

474 Happy Birthday halar ( Jamnagar ) આજે જામનગર નો ૪૭૪ મો સ્થાપના દિન છે



શ્રાવણ સુદ સાતમ વિક્રમ સવંત ૧૫૯૬માં કચ્છથી આવેલાં રાજવી જામરાવળે સ્થાપેલું જામનગર શહેર આજે 474 વર્ષનું થયું છે.

જામનગર નો ઈતિહાસ જોઈએ તો ઈ.સ.૧પ૧૯ માં કચ્છ કિનારેથી રણ ઓળંગી સેના સાથે આવેલા જામ રાવળે વવાણીયા બંદર પાસેનું મોરાણા ગામ જીત્યું. આ પ્રદેશનું શાસન દેદા તમાચી પાસે હતું. તેમનું વધ કરીને આમરણ અને જોડીયા પંથક જીત્યા. ત્યારથી જામરાવળે આગેકુચ કરીને ખીલોશ ઉપર વીજય મેળવી ઈ.સ.૧પ૪૦માં બેડમાં પોતાની વ્યવસ્થિત ગાદી સ્થાપી હતી. ખંભાળીયાનું પરગણુ જીતી લઈ બેડથી ખંભાળીયા ગાદી બદલાવી. ખંભાળીયા અને બેડ વચ્ચે કુળદેવી આશાપુરાની સ્થાપના કરી. જે હાલ જોગવડ તરીકે ઓળખાય છે. ત્યારબાદ થોડા સમયમાં તેઓએ કચ્છના અખાતનો ઘણો ભાગ જીતી લીધો.
જામરાવળ જેમ-જેમ પ્રદેશો જીતતા ગયા તેમ તેમ તેમનું સામ્રાજય વિસ્તરતું ગયું હતું. જામરાવળે નાગનેશ રગણાના રાજા નાગ જેઠવાને ભોજન માટે નિમંત્રીત કર્યા ત્યારે તેઓએ દગાથી તેમનો વધ કરી નાગના એટલેકે નાગનેશ બંદર જીતી લીધું. સૌરાષ્ટ્રમાં શાસન સ્થાપવા રાવળે વાઢેર, જેઠવા, ચાવડા અને કાઠીને પરાજીત કર્યા હતા. આ પંથક તેમના વડલા હાલાજીના નામ થી હાલાર તરીકે જાણીતો થયો હતો. હાલાર ઉપર વિઝય અપાવવામાં જામરાવળના ભાઈઓ હરધ્રોળજી, રવોજી અને મોડજીએ મદદ કરી હતી. અંતિમ પ્રયત્નો રૂપે જેઠવા, વાળા, કાઠી અનઢે વાઢેર રાજપૂતોએ જારરાવળ ઉપર આક્રમણ કર્યુ હતું. આ યુધ્ધ ખંભાળીયાના મીઠોઈ ગામે થયું. જેમાં રાવળનો વિજય થયો. રાવળને મધ્યસ્થ રાજધાનીની જરૂર જણાતા તેઓએ જુના નાગના એટલે જુના નાગનેશની બાજુમાં રંગમતી અને નાગમતી નદીના સંગમ સ્થાને ઈ.સ.૧પ૪૩ અને વિક્રમ સવંત ૧પ૯૬માં શ્રાવણ સુદ સાતમના દિવસે બે ગાવ દુર નગર સ્થાપ્યું. જે પાછળથી નવાનગર તરીકે જાણીતું થયુ અને નવાનગર હાલ જામનગર તરીકે ઓળખાય છે.

LinkWithin

Related Posts with Thumbnails